વોશિંગ્ટન: અમેરિકાની નવી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે ચીન(China) અંગે તેમની રણનીતિ પહેલા કરતા વધુ આક્રમક રહેશે અને ચીનના પડકારોને પહોંચી વળવા માટે તેઓ ભારત સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે. નવા ચૂંટાઈ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) દ્વારા પોતાની ટીમમાં સામેલ કરાયેલા એન્ટની બ્લિન્કેને(Antony Blinken) મંગળવારે ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joe Biden એ પોતાની નવી ટીમની કરી જાહેરાત, જાણો કોને શું મળ્યું?


મહત્વની ભાગીદારી
બ્લિન્કેને કહ્યું કે ભારત અને અમેરિકા વિસ્તારવાદી ચીનના રૂપમાં એકસરખા પડકારનો સામનો કરી રહ્યા છે. આથી આ મુદ્દે ભારતે અમેરિકાના એક મહત્વના ભાગીદાર હોવું જોઈએ. બ્લિન્કેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત અને ચીન સરહદ વિવાદમાં ગૂંચવાયેલા છે. અત્રે જણાવવાનું કે જો બાઈડેને બ્લિન્કેનને વિદેશમંત્રી બનાવ્યા છે  અને સેનેટની વિદેશ સંબંધિત સમિતિની મંજૂરી મળી ગયા બાદ બ્લિન્કેન માઈક પોમ્પિઓનું સ્થાન લેશે.


કોઈને ધમકાવવા દઈશું નહીં
ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્મા(Richard Verma) ના એક સવાલના જવાબમાં બ્લિન્કેને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે બાઈડેન અમારા લોકતંત્રને નવીનકૃત કરવા માટે તથા ભારત જેવા નીકટના ભાગીદારો સાથે કામ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, 'ઓબામા-બાઈડેન પ્રશાસન દરમિયાન અમે ભારતને હિન્દ પ્રશાંત રણનીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્ય બનાવવા માટે આકરી મહેનત કરી હતી. હિન્દ પ્રશાંતમાં નિયમ-આધારિત વ્યવસ્થા જાળવી રાખવા અને મજબૂત કરવા માટે સમાન વિચારધારાવાળા દેશો સાથે કામ કરવામાં ભારતની ભૂમિકા મહત્વની છે. અમે ચીન સહિત કોઈ પણ દેશને પોતાના પાડોશીઓને ધમકાવવા દઈશું નહીં.'


ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સ્વીકારી હાર, GSAએ બાઇડેનને જાહેર કર્યા વિજેતા


ભારતની ક્ષમતા વધારીશું
એન્ટની બ્લિન્કેને કહ્યું કે બાઈડેનના પ્રશાસનમાં અમે ઈચ્છીશું કે ભારત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભૂમિકા અદા કરે, તેનાથી તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સભ્યપદ મેળવવામાં મદદ મળશે. બ્લિન્કેને કહ્યું કે અમે ભારતની રક્ષાને મજબૂત કરવા માટે મળીને કામ કરીશું અને એક આતંકવાદી વિરોધી ભાગીદાર  તરીકે તેની ક્ષમતાઓને વધારીશું. 


ભારત-અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ હશે
તેમણે કહ્યું કે બાઈડેન ભારત સાથે મધુર સંબંધોના પક્ષધર છે અને તેમની પાસે એક વ્યાપક રણનીતિ છે. બાઈડેનના 2006માં અપાયેલા એક નિવેદનનો તેમણે હવાલો આપ્યો જેમાં કહ્યું હતું કે 2020 સુધીમાં અમેરિકા અને ભારત સૌથી નીકટના મિત્ર હોવા જોઈએ. બ્લિન્કેને કહ્યું કે આવું હજુ સુધી બન્યું નથી. પરંતુ હવે થશે. બાઈડેન પ્રશાસનમાં ભારત અને અમેરિકાના સંબંધો એક નવી ઊંચાઈ પર હશે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube